ધ્યાન
કેન્દ્ર
સામુહિકતામાં
ધ્યાન કરવું
વધુ લાભદાયી
છે. આ ઉદેશ્યથી
જ દરેક ગામ,
શહેર,અને
દેશમાં અનેક
ધ્યાન
કેન્દ્ર ચાલે
છે, જ્યાંજ્યાં
સમર્પણ
ધ્યાનનો
વિસ્તાર થયો
છે. સ્વામીજી
કહે છે હજાર
દિવસ એકલા
ધ્યાન કરવું
અને હજારલોકો
સાથે એક દિવસ ધ્યાન
કરવું સમાન
છે.
સામુહિકતામાં
ધ્યાન કરવાથી
આપણે આપણા
દોષો જેટલી
ઝડપથી દૂર કરી
શકીએ છીએ
તેટલી ઝડપથી
એકલામાં આ
દોષો દૂર
કરતાં વાર
લાગે છે. આમ
સામુહિક્તામાં
ધ્યાન કરવાથી
આપણે આપણા
ઉપરજ ઉપકાર
કરીએ છીએ. જેમ
શરીરના એંજીનને
ચલાવવા માટે
ભોજનરુપી
પેટ્રોલની
આવશ્યક્તા
છે,તેમજ આત્મા
માટે
ધ્યાનરુપી
પેટ્રોલની
આવશ્યક્તા છે.
ઘણા કેન્દ્રો
તો દરરોજ ચાલે
છે, અને અમુક
કેન્દ્રો
અઠવાડિયામાં
એક દિવસ ચાલે
છે. નવા સાધકો
જ્યાં સમર્પણ
કેન્દ્ર ચાલે
છે ત્યાં જઇ
ધ્યાન શીખી
શકે છે અને
બાકીના દિવસે
ઘરે રહીને નિયમિત
ધ્યાન સાધના
કરી શકે છે.
આ સમર્પણ
ધ્યાન
કેન્દ્રો
વિષે વધુ
જાણકારી મેળવવા
મહારાષ્ટ્ર,
ગુજરાત, ગોવા,
કેરળ, કલકતા,
હિમાચલ
પ્રદેશ ના
આચાર્ય તેમજ
મહા-આચાર્યનો સંપર્ક
કરી માહિતી
મેળવી શકાય
છે.
click here for India contacts
|