|
|
| ધ્યાન | સ્વામીજી | | કેન્દ્ર | કાર્યક્રમ | ટ્રસ્ટ | સાહિત્ય | પ્રાર્થાના ધામ | પૂર્તિ | Font Help | |
સમર્પણ આશ્રમ |
|
આશ્રમનો જન્મહિમાલયનાં પહાડોમાં વર્ષો સુધી સાધના કર્યા પછી પૂજ્ય સ્વામીજીએ બર્મા, ભૂતાન, નેપાળ, સિક્કિમ જેવાં ભારતનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં વર્ષો સુધી સમર્પણ ધ્યાન શીખવ્યું હતું. વર્ષ 1999માં આવાજ એક શિબિરના કાર્ય માટે ગયેલાં સ્વામીજી ની મુલાકાત મુંબઇના એક સજ્જન (સમાજ સેવક) સાથે થઇ.જેમણે તેમને મુંબઇ આવવા અને ધ્યાન શીખવડાવવા આમંત્રણ આપ્યું, જેનો સ્વામીજીએ સહર્ષ સ્વીકાર કર્યો.પરંતુ મુંબઇ આવતા પહેલાં તેમણે નાગપુરમાં(મહારાષ્ટ્રના એક જીલ્લામાં) એક શિબિર લીધી અને 2000માં તેમને નવસારી(ગુજરાત)માં આવવા આમંત્રણ મળ્યું,જ્યાં તેમણે ગુજરાતની પહેલી શિબિર લીધી.નવસારીમાં ધ્યાન શિબિર લીધા પછી,એક દિવસ સ્વામીજી થોડા સાધકો સાથે દાંડીના સમુદ્ર તટ પર (નવસારીથી 13કી.મી. દૂર) ધ્યાન કરવાં બેઠાં હતાં ત્યારે ધ્યાન દરમ્યાનજ આકાશમાં વાદળોથી ૐ નિર્મિત થયું. ૐ એ સમગ્ર અંતરીક્ષને દર્શાવે છે. જેનો સંકેત સ્વામીજી ને સમજાય ગયો કે આ તેમના ગુરુઓનો સંકેત હતો કે આ એજ સ્થાન છે જ્યાં આશ્રમનું નિર્માણ થવાનું હતું તેમણે આ સંકેત ત્યાં ઉપસ્થિત બધા સાધકોને તેમના ગુરુનો સંકેત સમજાવ્યો હતો , તેમાંથીજ એક સાધકે આસપાસના લોકો પાસે થી દાંડીના સમુદ્ર કિનારા પાસે 70 એકરની જમીન ભેગી કરી, આશ્રમ માટે સ્વામીજીને ભેંટ કરી. એક પવિત્ર જગ્યા અને દિવ્ય પરિસરનવસારી જીલ્લાના દાંડી ગામમાં દાંડીના સમુદ્ર કિનારા પાસે સમર્પણ આશ્રમ આવેલ છે. દાંડી ના સમુદ્ર કિનારા પાસે નયનરમ્ય કુદરતી વાતાવરણમાં આવેલ આ આશ્રમ સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે જે અહિં આવેલા દરેક જણને તો પ્રભાવિત કરે છે,આ ઉપરાંત આજુબાજુના વાતાવરણને પણ પ્રભાવિત કરે છે જેનો બોલતો પુરાવો છે કે અહિં ઉગતા દરેક વૃક્ષ અને છોડ બીજા વૃક્ષોની સરખામણીમાં વધુ ઝડપથી ઉગે છે, તેમજ વધે છે. અહિં આવીને ગુરુ સાનિધ્ય અને એકાંત વાતાવરણમાં કોઇ પણ વ્યક્તિ ધ્યાનની એક ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત કરી શકે છે.
આશ્રમ ની મુલાકાતસમર્પણ આશ્રમ એક એવું પવિત્ર સ્થાન છે,જે દિવ્ય ચૈતન્યથી ભરપૂર છે જયાં સાધક ની આધ્યાત્મિક ઉન્નતિ ખૂબ જ ઝડપ થી થઇ શકે છે. રોજીંદા કાર્યક્રમમાં સવારે મંગલાચરણથી શરુઆત થાય છે, પછી ધ્યાન, નાસ્તો, સેવાકાર્ય, ભોજન, સેવાકાર્ય,ધ્યાન વગેરે કાર્યક્રમ હોય છે. સ્વામીજી એ વિવિધ યોજનાઓ રાખી છે જેનાંદ્વારા સાધક આશ્રમમાં રહી પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે.આ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ જે આશ્રમમાં રહેવાંની ઇચ્છા રાખતાં હોય તે એક વર્ષ,એક મહિના,એક અઠવાડિયું રહી શકે છે.અહિં મુખ્ય વાત એ છે કે અહિં રહેવાં અને ખાવા-પીવાનો કોઇપણ ખર્ચ નથી,એટલે તદન મોફત રહે છે.બધો ખર્ચ આશ્રમ તરફથી થાય છે. વિદેશીસાધકો ખાસ કરીને અલગ અલગ દેશોથી અવાર-નવાર મુલાકાતે આવેતાં સાધકો એકસાથે એકમહીના માટે આશ્રમમાં રહી સેવા કાર્ય કરે છે. આ આશ્રમની વધુ વિગત અને જાણકારી માટે અમારી www.samarpanashram.org ની વેબસાઇટ ઉપલબ્ધ છે. |